અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ
Blog Article
આગામી ત્રણ જુલાઈથી ચાલુ થઈ રહેલી પ્રખ્યાત અમરનાથ યાત્રા-2025 માટે ઓનલાઇન અને ઓફલાઇન રજિસ્ટ્રેશનનો 15 એપ્રિલથી પ્રારંભ થયો હતો. રજિસ્ટ્રેશન ફી રૂ.200 રખાઈ છે. ઓફલાઈન રજિસ્ટ્રેશન 600થી વધુ બેંકોમાં કરી શકાશે. રજિસ્ટ્રેશનના પ્રારંભ સાથે લોકોની નિયુક્ત બેન્કોની બ્રાન્ચોમાં લાઇનો લાગી હતી. ૨૦૨૫ની યાત્રા માટે, નોંધણી પ્રક્રિયા અગાઉથી પૂર્ણ કરવી ફરજિયાત છે.
આ વર્ષે અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈથી શરૂ થશે અને 9મી ઓગસ્ટ સુધી કુલ 39 દિવસ ચાલશે. યાત્રા બંને રૂટ પહલગામ(અનંતનાગ) અને બાલટાલ(ગાંદરબલ)થી થશે. લગભગ છ લાખ શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે. પાંચમી માર્ચે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ(એસએબીએસ)ની 48મી બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ યાત્રાની તારીખોની જાહેરાત કરી હતી.